હું જ તું: પરિવારની પરિભાષા - Softcover

હિતેશ પટેલ

 
9798897447701: હું જ તું: પરિવારની પરિભાષા

Inhaltsangabe

“હું જ તું : પરિવારની પરિભાષા” પુસ્તક કુટુંબના વિવિધ સભ્યોની ભૂમિકાઓ અને સંબંધોને ઊંડાણપૂર્વક સમજાવે છે. આ પુસ્તકમાં દીકરી, પિતા, માતા, દીકરો, પતિ-પત્ની, દાદા-દાદી જેવા વિવિધ સંબંધોનું વર્ણન છે અને તે કેવી રીતે પરિવારમાં સંસ્કાર અને સમર્થનનાં સ્તંભ બને છે તે દર્શાવ્યું છે. આ પુસ્તકમાં લેખક ‘કુટુંબ’ને જીવનના મર્મમાં ઊતરીને તેને પ્રેમ, જવાબદારી, સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલા એક તાંતણા તરીકે રજૂ કરે છે. દીકરીને ‘થાપણ’ તરીકે ઓળખાવવામાં આવી છે, જે તેના જન્મના કુટુંબમાં લાડકવાઈ થઈ ઊછરે છે અને લગ્ન પછીના કુટુંબનો મહત્ત્વપૂર્ણ ભાગ બને છે. પિતા ‘આધાર સ્તંભ’ તરીકે દર્શાવાયા છે, જે ફક્ત આર્થિક સ્થિરતા જ નથી પ્રદાન કરતા પરંતુ ભાવનાત્મક માર્ગદર્શન અને શિસ્તના પાઠ પણ આપે છે. માતા ‘મા’ તરીકે કુટુંબનું હૃદય ગણાય છે. તેનો પ્રેમ અને સંભાળ દરેકને જોડે છે. દીકરો ‘ભવિષ્યની દીવાદાંડી’ તરીકે વર્ણવાયો છે, જે પરંપરા અને આધુનિક અપેક્ષાઓ વચ્ચે સંતુલન સાધે છે. પતિ-પત્નીનો ‘પવિત્ર સંબંધ’ કુટુંબમાં સુમેળ સાધવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દાદા-દાદી ‘સંસ્કારસિંચક’ તરીકે સંસ્કૃતિ અને પરંપરાનાં રક્ષક ગણાવાયાં છે. “હું જ તું : પરિવારની પરિભાષા” માત્ર એક પુસ્તક નથી, પરંતુ એક માર્ગદર્શિકા છે, જે મનુષ્યજીવનને તેના પરિવારમાંથી મળતા પ્રેમ અને સમર્થનને ઉજાગર કરે છે.

Die Inhaltsangabe kann sich auf eine andere Ausgabe dieses Titels beziehen.